Monthly Archives: September 2014

શાળાગીત

 

પ્રગતિનાં પ્રભાતિયાં  ને જ્ઞાન તણાં ગીત, અમે

ગુરુજન ને શિષ્ય મળી , સંગસંગ ગાઈએ.

 

તિમિરને ત્યાગીએ ને ઉજાસને ઉઘાડીએ,

શિસ્ત તણા નિયમો અમે સંગસંગ પાળીએ.

 

ન જાતિ અમે પૂછીએ, ન ભેદભાવ પોષીએ

ઉત્સવોનો હરખ અમે સંગસંગ લૂંટીએ.

 

શાળાને આંગણિયે ફૂલઝાડ રોપીએ, ને

નંદનવન રચી અમે સંગસંગ ઝૂમીએ.

 

ભવ્ય ભૂતકાળ ને વૈભવી વર્તમાન થકી

શાળા તણા ભાવીને સંગસંગ ઊજાળીએ.

 

કળા. કસબ ને વિજ્ઞાન તણો વાસ, એવી

શાળામાવલડી તને સંગસંગ પ્રણમીએ.

શૌર્ય ને સન્માન જેના હૈડે સદાય, એવી

અવ્વલ શાળાને અવ્વલ સંગસંગ જાણીએ.

 

સદી ઓગણીસની આ કાણોદરની દેનને

ઊંચી ગ્રીવાએ સદા સંગસંગ રાખીએ.

 

મોભાભર્યું સ્થાન તારું આખાયે પરગણે,

નતમસ્તકે  વંદન તને સંગસંગ કરીએ.

પ્રગતિનાં પ્રભાતિયાં  ને જ્ઞાન તણાં ગીત, અમે

ગુરુજન ને શિષ્ય મળી , સંગસંગ ગાઈએ.

 

મુનિરા અમી

 

 

 

Categories: gujarati poetry | Leave a comment

Create a free website or blog at WordPress.com.